PSI-Constable Recruitment 2024

તારીખ 29/8/2024 ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની કેન્દ્રીય સગંઠન કમિટી, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને અધિકારીઓ સાથે સફળ અને અસરકારક મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ બાદ, આગામી સમયમાં દરેક ગામ, તાલુકા અને જિલ્લામાં મીટીંગ યોજાશે.

આ અભિયાન હેઠળ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિદ્યાર્થીઓમાં પોલીસ ભરતી અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

જે લોકો 12472 PSI અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીના ફોર્મ ભરવામાં બાકી રહ્યા છે, તેમને માટે ફરી એક અવસર મળ્યો છે.

આ સુવર્ણ અવસરનો લાભ લેવા અને સમયનો યોગ્ય ઉપયોગ કરવાનો વિચાર કરો.

Police Constable માટેની જરૂરી લાયકાત:

શૈક્ષણિક લાયકાત:

  • 12 માં પાસ હોવું, અથવા ધોરણ 10 બાદ 2 વર્ષની ITI પૂર્ણ કરેલ હોવું.
  • અથવા, ધોરણ 10 બાદ ડિપ્લોમા કરેલ હોવું.
  • NIOS ઓપન સ્કૂલથી ધોરણ 12 પાસ કરેલ વ્યકિતઓ પણ ફોર્મ ભરી શકે છે.

ઉંમર:

  • પુરુષો માટે: 18 થી 33 વર્ષ, જો EWS અનામત હોય તો 37 વર્ષ સુધી.
  • મહિલાઓ માટે: 18 થી 38 વર્ષ, જો EWS અનામત હોય તો 43 વર્ષ સુધી.

ફીઝીકલ ફિટનેસ:

ઉંચાઈ દોડછાતી
પુરુષ165 Cm5 Km (25 min)79 Cm
મહિલા155 Cm1600 m (9 min 30 sec)
physical fitness

Fees:

EWS0 Rs
General100 Rs
Both( PSI & Constable)200 Rs
fees

Details for PSI:

શૈક્ષણિક લાયકાત:

  • કોઈ પણ કોલેજથી પાસ થયેલા લોકો ફોર્મ ભરી શકે છે.
  • જો ડિપ્લોમા સાથે ડિગ્રી પણ કરી હોય, તો તે લોકો પણ ફોર્મ ભરી શકે છે

ઉંમર:

પુરુષ21 TO 35અનામત હોય, તો 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય છે.
મહિલા21 TO 40અનામત હોય, તો 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકાય છે.
age

ફોર્મ ભરવા માટે જરૂરી કાગળ (PSI & Constable):

  • ધોરણ 12 ની માર્કશીટ
  • કોલેજની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • મેલ આઈ.ડી.
  • માતાનું નામ
  • EWS સર્ટિફિકેટ

ખાસ નોંધ:

  • જેઓએ પહેલાથી જ ફોર્મ ભર્યું છે, તેમને ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી.
  • જો તેઓએ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભર્યું છે અને PSI માટે પણ ભરવું છે, તો તેઓ PSI માટે નવા ફોર્મ ભરી શકે છે.
  • EWS સર્ટિફિકેટ માટે ખર્ચ 200 રૂપિયા છે.
  • આ આવક નો દાખલો & EWS સર્ટિફિકેટ 3 વર્ષ માટે માન્ય રહેશે

એક્ષામ પદ્દતિ:

PSI Exam:

1st Stage2nd Stage
Physical TestMain Exam
exam process for psi

Constable Exam:

1st Stage2nd Stage
Physical TestObjective M.C.Q Test
exam process for constable

PSI (Police Sub-Inspector) & Constable માટે ફોર્મ ભરવાની સરળ રીત:

Ojas વેબસાઇટ ખોલો:

  • તમારા બ્રાઉઝરમાં Ojasની વેબસાઇટ ખોલો: CLICK HERE

હોમપેજ તપાસો:

  • હોમપેજ પર “લેટેસ્ટ રિક્રુટમેન્ટ” અથવા “આવનારા જાહેરનામા” પસંદ કરો.

જાહેરાત શોધો:

  • PSI માટેની જાહેરાત શોધી તેના પર ક્લિક કરો.

ફોર્મ ભરવાનું પસંદ કરો:

  • જાહેરાતની વિગતો વાંચ્યા પછી, “આરજીસ્ટર” અથવા “ફોર્મ ભરો” બટન પર ક્લિક કરો.
નામ
જન્મ તારીખ
મોબાઈલ નંબર
ઈમેલ આઈ.ડી.
પાસવર્ડ

રજીસ્ટર થાઓ:

  • જો તમે પહેલાથી રજીસ્ટર ન હોય, તો નવા યુઝર તરીકે રજીસ્ટર કરો

લૉગિન કરો:

  • રજીસ્ટર કર્યા પછી, તમારા યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગિન કરો.

લૉગિન પછી, PSI માટેનો ફોર્મ ખુલશે. તેમાં નીચેની માહિતી ભરો:

વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, પિતાનું નામ, જન્મ તારીખ)
શિક્ષણ લાયકાત
ઈમેઇલ અને મોબાઇલ નંબર
ડૉક્યુમેન્ટ્સ અપલોડ કરો

ફોર્મ ભરો:

  • જરૂરી દસ્તાવેજો (જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ પત્ર) અપલોડ કરો.

ફોર્મ સબમિટ કરો:

  • બધી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી, “સબમિટ” બટન પર ક્લિક કરો.

રેફરન્સ નંબર મેળવો:

  • ફોર્મ સબમિટ થયા પછી, એક અનન્ય રેફરન્સ નંબર મળશે. તેને સાચવજો.

ફી ચૂકવો:

  • જો ફી ભરવી હોય, તો ઓનલાઈન પેમેન્ટ કરો

ફોર્મ પ્રિન્ટ કરો:

ફોર્મ સબમિટ કર્યા પછી, તમારું ભરેલું ફોર્મ પ્રિન્ટ કરો અને સાચવજો

Important Links:

FORM FILLING WEBSITECLICK HERE
OFFICIAL NOTIFICATIONCLICK HERE
official

જો મિત્રો આ એક તમારી માટે સુન્હેરો મોકો છે તો વહેલી તકે ફોર્મ ભરી દેજો ઉપર લિંક આપેલી છે અને આવી જ તમને મહત્વ પૂર્ણ માહિતી અમારી વેબસાઈટે પર મળી રહેશે. PSI-Constable ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/08/2024 થી 09/09/2024 છે તો વહેલી તકે જે મિત્રો ને રૂચી છે તેઓ એ ફોર્મ ભરી દેવું.


Leave a Comment